
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.): સપ્તાહના ચોથા ક્રોબારી દિવસે ગુરુવારે ઘરેલુ શેર બજાર લીલા નિશાન પર ખુુલ્યું. શરૂઆતના કારોબારમાં બજારના બંને મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ લગભગ 190 અંક અને નિફ્ટી પણ 18 અંકોથી વધારેની વધાર સાથે કારોબાર કરી રહ્યો છે.
બૉમ્બે સ્ટૉક એક્સચેંજ (બીએસઈ) નો સેન્સેક્સ 190.36 એટલે કે 0.23 ટકા ઉછળીને 84,128.64 અંક પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) 18.35 અંક એટલે કે 0.071 ટકાના વધારા સાથે 25,837.60 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
બજારમાં આજથી સેક્ટર મોરચે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, જેમાં આઈટી શેરોમાં જોરદાર ખરીદીના જોરે સૌથી વધુ વધારો રહ્યો છે. જ્યારે મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ પણ સામાન્ય વધારા સાથે લીલા નિશાનમાં રહ્યા છે.
સિમેન્ટ, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, ઓટો અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું, જ્યારે હેલ્થકેર અને ફાર્મા ઇન્ડેક્સ સુસ્ત રહ્યા હતા. આ ઉપરાંત રૂપિયો શરૂઆતના કારોબારમાં અમેરિકી મુદ્રા સામે 30 પૈસા તૂટીને 92.50 પ્રતિ ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બુધવારે સેન્સેક્સ 1,502.29 અંક એટલે કે 1.82 ટકાના ઉછાળા સાથે 83,938.28 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 469.60 અંક એટલે કે 1.85 અંકોની બઢત સાથે 25,819.25 ના સ્તરે બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ