
નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), કેરળ અને ચેન્નાઈમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ કાર્યવાહી ભારત લજના મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી (બીએલએમ) ના સ્થાપક સભ્ય અને વાસ્તવિક રીતે અધ્યક્ષ તેમજ મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) રહેલા આર. પ્રેમકુમાર તથા અન્ય સાથે સંકળાયેલા મામલામાં કરવામાં આવી રહી છે.
ઈડી અનુસાર, પ્રેમકુમારે પોતાના પ્રભાવનો દુરુપયોગ કરીને જાહેર થાપણદારો પાસેથી સોસાયટીમાં જમા કરાવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ પોતાની પત્ની અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી. આરોપ છે કે, આ ભંડોળનો ઉપયોગ ખાનગી હેતુઓ માટે કરવામાં આવ્યો.
તપાસ એજન્સીના મતે, પ્રેમકુમારે સોસાયટીના રાગમ થિયેટરને બ્રિઓસ ફિનવેસ્ટ પાસે ગીરવે મૂક્યું, પરંતુ તેના બદલામાં મળેલી રકમ સોસાયટી સુધી પહોંચી નહીં. આ ઉપરાંત, તેમણે કાંચીપુરમમાં આશરે 500 એકર જમીન પોતાની પત્નીના નામે ખરીદી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ