જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા માર્ગ અને સલામતિ તેમજ સેફ્ટી ટાસ્કફોર્સ બેઠક યોજાઈ માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી
ગીર સોમનાથ 5 નવેમ્બર (હિ.સ.) કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી અને તહેવારો દરમિયાન અકસ્માતની અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા બાબતે વિસ્તૃત
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા માર્ગ અને સલામતિ તેમજ સેફ્ટી ટાસ્કફોર્સ બેઠક યોજાઈ માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી


ગીર સોમનાથ 5 નવેમ્બર (હિ.સ.)

કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી અને તહેવારો દરમિયાન અકસ્માતની અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા સેવા સદનના વી.સી. હૉલમાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લામાં રોડ અકસ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા અને વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટનો અમલ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

માર્ગ અને સલામતિની બેઠકમાં પોટહૉલના મરામત સમયે સલામત રીતે બેરિકેટ અને ભયસૂચક બોર્ડ મૂકવા, ડાયવર્ઝન પર જરુરી સાઈનએજીસ મૂકવા, બ્લેકસ્પોટ અને જોખમી માર્ગ તરીકે ઓળખ થયેલા સ્થળો પર ટ્રાફિક પોલીસ બંદોબસ્ત, તહેવાર સમયે વધારાની ૧૦૮ એમ્બ્યૂલન્સની વ્યવસ્થા, મુખ્ય માર્ગો પર હેલ્મેટ/સીટબેલ્ટ, અનધિકૃત પાર્કિંગ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ઓવર સ્પીડીંગ સહિતના નિયમોનું ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને વેરાવળ-સોમનાથ નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડનાર ઈસમો સામે કાનૂની કાર્યવાહી કરવા કલેક્ટરએ કડક તાકીદ કરી હતી.

સેફ્ટી ટાસ્ક ફોર્સની બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ રાજકોટ અને ભાવનગરને નેશનલ હાઈવે પર આપવામાં આવેલા કાયદેસર કટ જાહેર કરી અને ગેરકાયદેસર કટ દૂર કરવાનો અહેવાલ રજૂ કરવા, નેશનલ હાઈવે પર ભારે વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા સહિતની બાબતો રજૂ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, અજય શામળા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા સહિત આર.ટી.ઓ, એસ.ટી, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande