
જુનાગઢ 5 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કાલે જૂનાગઢ જિલ્લામાં પાણી પુરવઠાની બે મહત્વપૂર્ણ યોજનાઓનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ માળીયાહાટીના અમરાપુર ગામ ખાતે આવેલા હેડવર્ક્સ ખાતે યોજાશે.
માળીયા તાલુકાનાં ૪૨ ગામો, મેંદરડા તાલુકાનાં ૫ ગામો તથા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ૧ ગામ સહિત કુલ ૪૮ ગામોને આવરી લેતી રૂ.૩૫.૨૦ કરોડની માળીયા ભાગ-૧ અને ભાગ-૨ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ તાલુકાનાં ૧૮ ગામોને આવરી લેતી રૂ.૮.૭૦ કરોડની બિલખા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ