’સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા’ વિષય પર રાજ્યકક્ષાનો વર્કશોપનું ગાંધીનગર ખાતે આયોજન
ગાંધીનગર, 05 નવેમ્બર (હિ.સ.) : સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026 અંતર્ગત ગુજરાત રાજ્ય સતર્કતા આયોગ અને ઉદ્યોગ કમિશનરેટ દ્વારા ગાંધીનગર ખાતે સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા વિષય પર એક રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્
રાજ્યકક્ષાનો વર્કશોપ


રાજ્યકક્ષાનો વર્કશોપ


રાજ્યકક્ષાનો વર્કશોપ


ગાંધીનગર, 05 નવેમ્બર (હિ.સ.) : સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026 અંતર્ગત ગુજરાત રાજ્ય સતર્કતા આયોગ અને ઉદ્યોગ કમિશનરેટ દ્વારા ગાંધીનગર ખાતે સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા વિષય પર એક રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026 ની મુખ્ય થીમ સમૃદ્ધિ માટે પ્રામાણિકતા સાથે સુસંગત રહીને સરકારી ખરીદી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવાનો છે.

સરકારી કામકાજમાં દોષરહિત પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ બનાવવા માટે આ કાર્યશાળામાં વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, વિભાગીય વડાઓ, બોર્ડ-નિગમોના વડાઓ તેમજ ક્લાસ-1 અને ક્લાસ-2 ના ખરીદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્કશોપમાં આધુનિક ખરીદી માળખા અંગે વ્યાપક માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) ચીજવસ્તુઓનો અસરકારક ઉપયોગ, ઈ-ટેન્ડરિંગ મર્યાદાઓનું ચુસ્ત પાલન, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્થાનિક કન્ટેન્ટની યોગ્ય ચકાસણી તેમજ જથ્થાના પ્રક્રિયાગત વિભાજન કે બિનસંબંધિત આઈટમ બંચિંગથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ભૂતકાળની ભૂલો પર તપાસ કરવા કરતાં અટકાયતી સતર્કતા (Preventive Vigilance) પર ભાર મૂકતા, આ કાર્યશાળામાં GeM બહારની ચીજવસ્તુઓ માટે સુવ્યવસ્થિત NOC પ્રક્રિયાઓ, વિકેન્દ્રીત ખરીદી પ્રોટોકોલ અને વહીવટી વિલંબ તથા ઓડિટ વાંધાઓને દૂર કરવા માટે સેન્ટ્રલ સ્ટોર્સ પર્ચેસ ઓર્ગેનાઈઝેશન અને GeM પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી તકનીકી સહાયક પ્રણાલીઓ જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande