ઉધના રેલવે સ્ટેશન પર ભીડને પહોંચી વળવા રેલવેનો માસ્ટર પ્લાન
સુરત, 05 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને છઠપૂજાના તહેવારોને કારણે સુરતથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થયો છે. ઉધના રેલવે સ્ટેશન પર વધતી ભીડને નિયંત્રિત કરવા પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેના જનરલ મેનેજર રામા
Railway’s Master Plan to Manage Crowds


સુરત, 05 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને છઠપૂજાના તહેવારોને કારણે સુરતથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થયો છે. ઉધના રેલવે સ્ટેશન પર વધતી ભીડને નિયંત્રિત કરવા પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેયે સ્ટેશનની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશનના પ્લેટફોર્મ અથવા હોલ્ડિંગ એરિયામાં મુસાફરોની સંખ્યા 2,000થી 3,000 સુધી પહોંચશે ત્યારે જ રિઝર્વ રાખેલી સ્પેશિયલ ટ્રેનને તાત્કાલિક રવાના કરવામાં આવશે.

મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ રાત્રે 11:30, 1:30, 3:30 અને વહેલી સવારે 5:30 વાગ્યે ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે દ્વારા 6 વધારાના ટ્રેન રેક સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. છઠપૂજા સુધી ભીડ યથાવત્ રહેવાની શક્યતા હોવાથી શુક્રવારથી રવિવાર દરમિયાન ટ્રેનોની સંખ્યા વધારવાનું પણ આયોજન છે. સુરત વિસ્તારથી ઉત્તર ભારત માટે આશરે 350 સ્પેશિયલ ફેરા ફાળવવામાં આવ્યા છે.

મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે ઉધના સ્ટેશન પર 10,224 ચોરસ મીટરમાં વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરાયો છે, જેમાં એકસાથે 15 હજાર લોકો રોકાઈ શકે છે. અહીં ટિકિટ બુકિંગ કાઉન્ટર, પીવાનું પાણી, શૌચાલય, બેબી ફીડિંગ રૂમ અને પંખા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મુસાફરોને સીધા પ્લેટફોર્મ પર જવા દેવાને બદલે RPF અને રેલવે સ્ટાફની દેખરેખ હેઠળ લાઇનમાં બોગી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. DRM અને ADRM સહિતના અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેલવે માટે હાલ મુસાફરોને સમયસર પહોંચાડવા કરતાં તેમની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવી વધુ મહત્ત્વપૂર્ણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande