દિવાળી તહેવારો: જામનગરમાં 108 સેવા 45 એમ્બ્યુલન્સ અને સ્ટાફ સાથે સજ્જ
તહેવારમાં 15% કેસ વધવાની શક્યતા વચ્ચે રજાઓ રદ, ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર માટે જીપીએસ ટ્રેકિંગ અને સ્ટાફ એલર્ટ જામનગર, 06 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો દરમિયાન જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માત અને તબીબી ઇમરજન્સીના કિસ્સામાં 15 ટકા સુધીનો વધાર
108 ઈમરજન્સી સેવા


- તહેવારમાં 15% કેસ વધવાની શક્યતા વચ્ચે રજાઓ રદ, ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર માટે જીપીએસ ટ્રેકિંગ અને સ્ટાફ એલર્ટ

જામનગર, 06 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો દરમિયાન જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માત અને તબીબી ઇમરજન્સીના કિસ્સામાં 15 ટકા સુધીનો વધારો થવાની સંભાવનાને પગલે 108 ઇમરજન્સી સેવા દ્વારા આગોતરું આયોજન કરાયું છે. નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે જિલ્લાના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરીને 45 એમ્બ્યુલન્સને 24 કલાક સ્ટાફ સાથે ઓન રોડ તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

દિવાળી અને નવા વર્ષના દિવસોમાં વાહનવ્યવહાર તથા પ્રવાસીઓની અવરજવર નોંધપાત્ર રીતે વધતી હોય છે. સામાન્ય દિવસોની સરખામણીએ આ તહેવારો દરમિયાન કંટ્રોલરૂમમાં મળતા ઇમરજન્સી કોલનું પ્રમાણ વધી જાય છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફને 24 કલાક ફરજ પર હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

ઇમરજન્સી દરમિયાન દર્દીઓની સમયસર સારવાર માટે તમામ એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અને પ્રાથમિક સારવારની કિટનો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે. ઘટનાસ્થળે વહેલી તકે પહોંચવા માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કંટ્રોલરૂમથી નજીકની એમ્બ્યુલન્સને તુરંત રવાના કરી શકાય.

અકસ્માતના બનાવોમાં દર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ગોલ્ડન અવરમાં જ પ્રાથમિક સારવાર આપીને તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે. જિલ્લામાં કોઈપણ તબીબી આફત સમયે નાગરિકોને ઝડપી અને અસરકારક સેવાઓ પૂરી પાડવા માટે 108 નો તંત્ર સુસજ્જ બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande