
ગીર સોમનાથ 6 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથના તાલાલા વનવિભાગે પાંચ દિવસની ભારે જહેમત બાદ દીપડાને પકડવામાં સફળતા મેળવી છે. જેથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તાલાલા શહેરના રમળેચી રોડ પર આવેલી મેમણ કોલોનીના રહેણાક વિસ્તારમાં દીપડાના આંટાફેરા અને સીસીટીવી કેમેરામાં દીપડો દેખાતો હોવાના અહેવાલો બાદ વનવિભાગ હરકતમાં આવ્યું હતું. ગત તા. 1 ના રોજ તાલાલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી તેમાં મારણ મૂકવામાં આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ અને અથાગ મહેનતના પરિણામે આજે તા. 6 ના રોજ વહેલી સવારે રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો આખરે પાંજરે પૂરાયો હતો. દીપડો પકડાતાં મેમણ કોલોની સહિત આસપાસના વિસ્તારના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ