શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરતા પહેલા નવો પાસપોર્ટ, નવું ઓળખપત્ર માંગ્યું.
લંડન/નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ, તેમના કાનૂની સલાહકાર મારફતે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનનો ઔપચારિક રીતે સંપર્ક કરીને તેમના માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર (એનઆઈડી) જારી કર
હસીના


લંડન/નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ, તેમના કાનૂની સલાહકાર મારફતે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનનો ઔપચારિક રીતે સંપર્ક કરીને તેમના માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર (એનઆઈડી) જારી કરવા વિનંતી કરી છે.

ભારતમાં બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનર પ્રીતિ રહેમાનને સંબોધિત એક પત્રમાં, લંડન સ્થિત મેટ્રિક્સ ચેમ્બર્સના બેરિસ્ટર સ્ટીવન પાવેલ્સ કેસીએ જણાવ્યું હતું કે, આ વિનંતી વચગાળાની સરકાર અને અન્ય અધિકારીઓ દ્વારા હસીનાના હાલના પાસપોર્ટ અને એનઆઈડીને કથિત રીતે રદ કર્યા પછી કરવામાં આવી છે.

પત્રમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, આ અરજી હસીનાની બાંગ્લાદેશી નાગરિકતા પર આધારિત છે, તથા તેમાં બાંગ્લાદેશના કાયદાઓ હેઠળ ઉદ્ભવતા જવાબદારીઓ તેમજ લાગુ પડતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિયમો હેઠળની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાનૂની પ્રતિનિધિએ હાઈ કમિશનને આ મામલાની તપાસ કરવા તથા નવા દસ્તાવેજો તાત્કાલિક જારી કરવા માટે જરૂરી ઔપચારિકતાઓ અને દસ્તાવેજો વિશે જાણ કરવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ સવા બે વર્ષથી નિર્વાસિત જીવન જીવી રહેલાં શેખ હસીનાએ, પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે, તેઓ ડિસેમ્બરમાં સ્વદેશ પાછા ફરશે અને તેમના પર તેમજ આવામી લીગ પર લગાવવામાં આવેલા આરોપોનો લોકતાંત્રિક ઢબે સામનો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સચિન બુધૌલિયા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande