
ગંગટોક, નવી દિલ્હી, ०8 નવેમ્બર (હિ.સ.). રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે દીપાવલીના અવસરે સિક્કિમના ભારત-ચીન સરહદીય વિસ્તાર શેરેથાંગ પહોંચ્યા. જિલ્લા માહિતી અધિકારી, પાક્યોંગે જણાવ્યું કે, મુલાકાત દરમિયાન તેઓ શેરેથાંગ યુદ્ધ સ્મારક પર દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સાથે જ તેઓ સરહદીય વિસ્તારમાં તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમના પ્રવાસના પહેલા દિવસે ગઈકાલે (7 નવેમ્બર) પશ્ચિમ બંગાળના બાગડોગરા વાયુસેના કેન્દ્રમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સિલીગુડી સ્થિત સુકનામાં ભારતીય સેનાના જવાનો સાથે પણ વાતચીત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બીશાલ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ