દુનિયાભરમાં 'રામાયણ'નું પ્રભુત્વ, ચાર દિવસમાં 500 કરોડની નજીક પહોંચી કમાણી.
મુંબઈ, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રણબીર કપૂર અભિનીત ફિલ્મ ''રામાયણ: ભાગ 1'' બોક્સ ઓફિસ પર, સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. રજૂઆતના ચાર દિવસની અંદર ફિલ્મે દુનિયાભરમાં 500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો સ્પર્શવાની નજીક પહોંચી ગઈ છે. નિતીશ તિવારીના
રામાયણ


મુંબઈ, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'રામાયણ: ભાગ 1' બોક્સ ઓફિસ પર, સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. રજૂઆતના ચાર દિવસની અંદર ફિલ્મે દુનિયાભરમાં 500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો સ્પર્શવાની નજીક પહોંચી ગઈ છે. નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને, ભારતની સાથે વિદેશી બજારોમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, ફિલ્મમાં યશની હાજરીની અસર કન્નડ ભાષી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.

સેકનિલ્કના શરૂઆતી આંકડાઓ મુજબ, ફિલ્મે રવિવારે ચોથા દિવસે ભારતમાં 56.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. તેમાં હિન્દીમાંથી 36.75 કરોડ, કન્નડમાંથી 7.25 કરોડ, તેલુગુમાંથી 6.25 કરોડ, તમિલમાંથી 3.15 કરોડ અને મલયાલમમાંથી 2.75 કરોડ રૂપિયાની કમાણી શામેલ છે. આ પહેલા ફિલ્મે પહેલા દિવસે 64.85 કરોડ, બીજા દિવસે 48.05 કરોડ અને ત્રીજા દિવસે 69.80 કરોડ રૂપિયા કમાયા હતા. આ રીતે ચાર દિવસમાં ફિલ્મની ભારતીય ચોખ્ખી કમાણી 238.85 કરોડ અને કુલ કમાણી 285.20 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વિદેશી બજારોમાં પણ ફિલ્મની કમાણીનો સિલસિલો ચાલુ છે. ચોથા દિવસે વિદેશોમાંથી આશરે 45 કરોડ રૂપિયાની કમાણી સાથે તેની કુલ વિદેશી કમાણી 214 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ ફિલ્મની દુનિયાભરની કુલ કમાણી 499.20 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. આ ઉપરાંત રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande