મોહિત ચૌહાણના ગાયન પર ભાવુક થયા સલમાન, પિતાની યાદોમાં ખોવાયા અભિનેતા
મુંબઈ, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રિયાલિટી શો ''બિગ બોસ 20''ના આગામી ''વીકએન્ડ કા વાર'' એપિસોડમાં, દર્શકોને એક ભાવુક પળ જોવા મળશે. શોના નવા પ્રોમોમાં સુપરસ્ટાર સલમાન ખાન પોતાના પિતા અને દિગ્ગજ પટકથા લેખક સલીમ ખાનની પ્રશંસાથી, ભાવુક થતા જો
સલમાન


મુંબઈ, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રિયાલિટી શો 'બિગ બોસ 20'ના આગામી 'વીકએન્ડ કા વાર' એપિસોડમાં, દર્શકોને એક ભાવુક પળ જોવા મળશે. શોના નવા પ્રોમોમાં સુપરસ્ટાર સલમાન ખાન પોતાના પિતા અને દિગ્ગજ પટકથા લેખક સલીમ ખાનની પ્રશંસાથી, ભાવુક થતા જોવા મળી રહ્યા છે.

હકીકતમાં, આ એપિસોડમાં જાણીતા ગાયક મોહિત ચૌહાણ મહેમાન બનીને પહોંચશે. તેમણે સલીમ ખાન પ્રત્યે, સન્માન વ્યક્ત કરતા તેમની જૂની ફિલ્મનું એક ગીત રજૂ કર્યું, જેને સાંભળીને સલમાનની આંખો ભીની થઈ ગઈ.

પ્રોમોમાં મોહિત ચૌહાણ સલમાનને કહે છે કે, તેઓ તેમના ખૂબ મોટા પ્રશંસક છે, પરંતુ તેમના પિતા સલીમ ખાનના તેનાથી પણ મોટા પ્રશંસક છે. આ પછી તેઓ વર્ષ 1963માં આવેલી ફિલ્મ 'બચપન'નું ગીત 'મુઝે તુમસે મોહબ્બત હૈ મગર મૈં કહ નહીં સકતા' ગાય છે. આ ફિલ્મમાં સલીમ ખાને, અભિનેતા તરીકે કામ કર્યું હતું. તે સમયે તેમણે પટકથા લેખક તરીકે પોતાની ઓળખ બનાવી ન હતી. મોહિતની આ રજૂઆતે સલમાનને ભાવુક કરી દીધા. તેઓ થોડીવાર સુધી ચૂપ રહ્યા અને પોતાની આંખોમાં આવેલા આંસુ છુપાવવા માટે બીજી તરફ ફરી ગયા.

સલમાન ખાન અને સલીમ ખાન વચ્ચે ઊંડો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. અભિનેતા અનેક પ્રસંગોએ, પોતાના પિતા પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં 'બિગ બોસ 20' દરમિયાન પણ તેમણે પોતાના પિતા સાથેના સંબંધો પર વાત કરી હતી. સલમાને જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલી વાતચીત દરમિયાન તેમણે પુત્ર તરીકે પોતાની ભૂલો માટે પિતા પાસે માફી પણ માંગી હતી. આવા સમયે મોહિત ચૌહાણની આ ખાસ રજૂઆત સલમાન માટે અત્યંત ભાવુક પળ બની ગઈ.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande