સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે 10 નવેમ્બરથી સાત દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ યોજાશે
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે સ્વ. મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષીના પરિવાર દ્વારા સતત બીજા વર્ષે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 10થી 16 નવેમ્બર 2026 દરમિયાન ઘાસસણા ગામની વાડીમાં સાત દિવસીય
સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે 10 નવેમ્બરથી સાત દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ યોજાશે


પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે સ્વ. મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષીના પરિવાર દ્વારા સતત બીજા વર્ષે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 10થી 16 નવેમ્બર 2026 દરમિયાન ઘાસસણા ગામની વાડીમાં સાત દિવસીય કથાનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે સવારે 9 વાગ્યે પોથીયાત્રા સમગ્ર ગામમાં ફરશે. ત્યારબાદ કથાના મુખ્ય વક્તા સંજયભાઈ જોષી કથાનું રસપાન કરાવશે, જ્યારે મહેશભાઈ શાસ્ત્રી આચાર્ય તરીકે ઉપસ્થિત રહેશે. દરરોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી કથા યોજાશે.

સાત દિવસ દરમિયાન કપિલ ભગવાનનો અવતાર, ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર, વામન અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, બાળલીલા, અન્નકૂટ, મહારાસ, રુક્મિણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સહિતના ધાર્મિક પ્રસંગોનું ભાવપૂર્વક વર્ણન કરવામાં આવશે. આ પ્રસંગો દ્વારા શ્રદ્ધાળુઓને ભાગવત કથાના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વનું જ્ઞાન આપવામાં આવશે.

કથા દરમિયાન સાતેય દિવસ દાતા પરિવાર તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જોષી પ્રહલાદભાઈ ડાયાભાઈ, ભાવેશભાઈ જોષી, લાલજીભાઈ જોષી અને નિરભાઈ જોષી સહિત સમગ્ર જોષી પરિવાર આયોજનમાં સહયોગ આપી રહ્યો છે. આયોજક પરિવારે ધારુસણ સહિત આસપાસનાં ગામોના ગ્રામજનો અને ધર્મપ્રેમી ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande