જાપાનની આર્થિક નીતિમાં, મોટા ફેરફારોના સંકેતો
જાપાન
જપાન


ટોક્યો, નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી

(હિ.સ.) જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ દેશની આર્થિક નીતિમાં મોટા ફેરફારોના

સંકેત આપ્યા છે. પ્રતિનિધિ ગૃહની ચૂંટણીમાં શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ની જીત બાદ,

સોમવારે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં, તાકાઈચીએ જણાવ્યું હતું કે,” જનતાએ તેમને આર્થિક નીતિઓ

બદલવા માટે ચૂંટ્યા છે.”

જાપાન ટુડેના અહેવાલ મુજબ, વડાપ્રધાન તાકાઈચીએ કહ્યું હતું કે, “જાપાનને

આત્યંતિક નાણાકીય કડકતા (ખાધ ઘટાડવા માટે ખર્ચ ઘટાડવા અને આવક વધારવા)

થી દૂર જવાની અને જવાબદાર પરંતુ આક્રમક નાણાકીય નીતિ લાગુ કરવાની જરૂર છે.” તેમણે

કહ્યું કે,” સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે તમામ પ્રયાસો કરશે.”

તાકાઈચીએ એલડીપીના વચન આપેલા શાંતિવાદી બંધારણમાં સુધારો

કરવા માટે કામ કરવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે,” એલડીપીને

નીતિગત ફેરફારો સાથે આગળ વધવાનો આદેશ મળ્યો છે. એલડીપીલોકો પ્રત્યે

હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.”

ઓક્ટોબરમાં પદ સંભાળ્યા પછી, તાકાઈચીના એલડીપીઅને જેઆઈપીએ એક

સ્વતંત્ર સભ્ય સહિત 352 બેઠકો જીતી છે. એલડીપીએ 316 બેઠકો જીતી, જે અગાઉ 198 બેઠકો હતી, જ્યારે જેઆઈપીએ તેની બેઠકોની

સંખ્યા બે વધારીને 36 કરી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande