ડોનાલ્ડ ટ્રમ્પે, હોળીની શુભેચ્છાઓ પાઠવી
વોશિંગ્ટન, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, હિન્દુ તહેવાર હોળી પર લોકોને શુભેચ્છાઓ પાઠવી. વ્હાઇટ હાઉસ દ્વારા તેમનો સંદેશ બહાર પાડવામાં આવ્યો. તેમણે અમેરિકનોને શુભેચ્છાઓ પાઠવી અને શાંતિની આશા વ્યક્ત કરી. તેમણે કહ્ય
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પડાયેલો સંદેશ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, હિન્દુ તહેવાર હોળી પર લોકોને શુભેચ્છાઓ પાઠવી. વ્હાઇટ હાઉસ દ્વારા તેમનો સંદેશ બહાર પાડવામાં આવ્યો. તેમણે અમેરિકનોને શુભેચ્છાઓ પાઠવી અને શાંતિની આશા વ્યક્ત કરી.

તેમણે કહ્યું, મેલાનિયા અને હું, હોળીના હિન્દુ તહેવારની ઉજવણી કરનારા બધાને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ દિવસ વસંતના આગમનનું સ્વાગત કરે છે અને અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી કરે છે. આજે જ્યારે વિશ્વભરના સમુદાયો રંગોના આ તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થાય છે, ત્યારે હું હોળી ઉજવતા તમામ અમેરિકનોને આશા, શાંતિ અને એકતાથી ભરેલો દિવસ ઈચ્છું છું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande