ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલટે 10 સિંહોના ઝૂંડને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવ્યા
ભાવનગર,11 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ અનુસાર ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલટો નિર્ધારિત ગતિનું પાલન કરતાં વિશેષ સતર્કતા સાથે પોતાન
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલટે 10 સિંહોના ઝૂંડને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવ્યા


ભાવનગર,11 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ અનુસાર ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલટો નિર્ધારિત ગતિનું પાલન કરતાં વિશેષ સતર્કતા સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. લોકો પાયલટોની સતર્કતા તથા વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સારો સમન્વયના પરિણામે ગયા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના પ્રાણ બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તારીખ 09 ફેબ્રુઆરી, 2026 (સોમવાર)ના રોજ લોકો પાયલટ રામાવતાર મીના, મુખ્યાલય–જૂનાગઢ તથા સહાયક લોકો પાયલટ સોનુ શર્મા, મુખ્યાલય–જૂનાગઢે સાસણગીર–કાંસિયાનેશ સેકશનમાં કિલોમીટર નં. 117/03 થી 117/01 વચ્ચે અચાનક રેલવે ટ્રેક પર 10 સિંહોના ઝૂંડને જોયો. ત્યારબાદ તેમણે ટ્રેન નંબર 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ટ્રેનને તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી સુરક્ષિત રીતે રોકી દીધી.

લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) સંજય દિક્ષિત, મુખ્યાલય–જૂનાગઢને તાત્કાલિક જાણ કરવામાં આવી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમાર ટ્રેનમાં હાજર હતા. તેમના દ્વારા તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યા. પરિસ્થિતિ સામાન્ય જણાતા લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ ટ્રેનને સાવધાનીપૂર્વક ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande