ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુકત પદાધિકારીઓની પરિચય બેઠક ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ
ગાંધીનગર,20 માર્ચ (હિ.સ.) ગુજરાત ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી ડૉ. પ્રશાંત કોરાટ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરત પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુકત પદાધિ
ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુકત પદાધિકારીઓની પરિચય બેઠક  યોજાઈ


ગાંધીનગર,20 માર્ચ (હિ.સ.) ગુજરાત ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી ડૉ. પ્રશાંત કોરાટ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરત પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુકત પદાધિકારીઓની પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં પદાધિકારીઓના પરિચય ઉપરાંત આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉપસ્થિત સૌને હિન્દુ નવવર્ષની શુભકામનાઓ પાઠવતા ભાજપા પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે સંગઠનાત્મક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂત અને ખેતીના ઉત્થાન માટે જમીની સ્તરે અનેક બદલાવ લાવ્યા છે. જગતનો તાત સન્માન સાથે જીવી શકે તે માટે કિસાન સન્માન નિધિ સહિત અનેક પ્રેરણાત્મક આયામો હાથ ધરવામાં આવ્યા છે. તેઓએ આગામી સમયમાં કિસાનોના હિત અને ગામડાઓના વિકાસ માટે કિસાન મોરચાના કાર્યક્રમોને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા સુયોજિત આયોજન અને સત્તત કાર્યરત રહેવા અપીલ કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ભાજપા કિસાન મોરચા ખેડૂત હિત માટે કાર્યરત એક મહત્વપૂર્ણ કડી છે. સરકારની કૃષિ અને ખેડૂત કલ્યાણ યોજનાઓને સરળ રીતે ખેડૂત સુધી પહોંચાડવી તથા તેમના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવી આપણી પ્રાથમિક જવાબદારી છે.તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિત માટે સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ મેળામાં ખેડૂતોને લેબ ટુ લેન્ડ અભિગમ દ્વારા નવી ટેકનોલોજી અને નવા સાધનો વિશે કૃષિ વિશેષજ્ઞો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવતી. જેના કારણે ખેડૂતોએ નવી ટેકનોલોજી અપનાવી અને તેમની ઉપજમાં વધારો થયો.

તેઓએ ગુજરાતના ખેડૂતોને ‘પર ડ્રોપ મોર ક્રોપ’નું સૂત્ર આપ્યું અને તેમને સૂક્ષ્મ સિંચાઈ માટે પ્રેરિત કર્યા. ખેડૂતોને બાગાયત માટે પ્રેરિત કર્યા અને એગ્રો અને એગ્રો પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂક્યો.આજે ગુજરાતના ખેતરોમાં વીજળી અને પાણીની ઉપલબ્ધતાને કારણે ખેડૂતો એક સિઝનમાં વધુ પાક લઈ શકે છે.ગુજરાત આજે મગફળી અને એરંડાના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે, જ્યારે કપાસના ઉત્પાદનમાં પણ આગળ છે.

પ્રદેશ ભાજપા કિસાન મોરચા અધ્યક્ષ હિરેન હિરપરાએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, હિંદુ નવવર્ષના આ પવિત્ર પ્રારંભ સાથે આપણે કિસાન મોરચાના સંગઠનને પ્રત્યેક ગામ, પ્રત્યેક બૂથ અને પ્રત્યેક ખેડૂત સુધી મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ. સરકારની દરેક યોજના અંતિમ ખેડૂત સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓએ મિશન મોડમાં કાર્ય કરવું આવશ્યક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ‘ડબલ એન્જિન સરકાર’ના અભિગમથી ખેડૂત કલ્યાણ અને ગ્રામ્ય વિકાસને નવી ગતિ મળી છે.તેઓએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે,

પ્રત્યેક ગામ, પ્રત્યેક બૂથ અને પ્રત્યેક ખેડૂત સુધી પાર્ટીની વિચારધારા અને સરકારના કાર્યોને અસરકારક રીતે પહોંચાડવા માટે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવીએ.

અંતમાં કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ તમામ હોદ્દેદારોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે સંગઠનશક્તિ અને કાર્યકર્તાઓની સમર્પિત ભાવના જ ભાજપની સૌથી મોટી શક્તિ છે. આપણે સૌ મળીને ખેડૂત કલ્યાણ અને ગ્રામ્ય વિકાસ માટે સતત કાર્યરત રહીશું.આ સમગ્ર કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને ખેડૂત હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા હિરપરાએ વ્યક્ત કરી હતી.

સમગ્ર બેઠકનું સંચાલન કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી જશપાલસિંહ સોલંકીએ કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીઓ, પદાધિકારીઓ અને જિલ્લા કિસાન મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande