
દાહોદ,20 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી સીધો સંવાદ કર્યો.દાહોદના કાર્યકર્તાઓના ઉત્સાહ અને પક્ષ પ્રત્યેના સમર્પણને જોઈને આગામી લક્ષ્યો પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વધુ મજબૂત થયાની લાગણી તેઓએ વ્યક્ત કરી. સંગઠનને પાયાના સ્તરથી વધુ સશક્ત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ