સોમનાથ મહાદેવના સાનિધ્યે મહાશિવરાત્રીના અવસરે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ગીર સોમનાથ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રતિ વર્ષ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના અવસર પર્વે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે સોમનાથ મહાશિવરાત્રીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા
સોમનાથ મહાદેવના સાનિધ્યે મહાશિવરાત્રીના અવસરે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે


ગીર સોમનાથ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રતિ વર્ષ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના અવસર પર્વે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે સોમનાથ મહાશિવરાત્રીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૪ ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર આ પાવન પૂર્વની શરૂઆત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પધારવાના છે.

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય અને ભક્તિસભર ઉજવણી માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે દર્શનાર્થે પહોંચે છે, જેને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા પ્રશાસનના સહયોગથી ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી એમ બે દિવસ આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ અંગે તેમણે જણાવ્યું કે, તા.૧૪ ફેબ્રુઆરીનો રોજ જાણીતા અને પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર દ્વારા શિવ મહિમાના ગીતો સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના જાણીતા કલાકાર પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા પણ સંગીતમય રસથાળ પીરસ છે. તા.૧૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જાણીતા કલાકારો જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રુજુ જાદવ અને યશ બારોટ સહિતના કલાકારો ભક્તિરસભર સંસ્કૃતિ પ્રસ્તુતિઓ રજૂ કરશે. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે ભાવિક ભક્તોને આ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande