
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેત્રી ભૂમિ પેડનેકરે પહેલી વાર પોતાની ફિલ્મ 'ધ લેડી કિલર'ની નિષ્ફળતા અને
વિવાદો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. અર્જુન કપૂર અભિનીત આ ક્રાઈમ-થ્રિલર ફિલ્મને
ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ માનવામાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં, ભૂમિએ જણાવ્યું
કે,” દર્શકોએ જોયેલી ફિલ્મ અધૂરી હતી. તેમના મતે, ફિલ્મનો લગભગ 35 ટકા ભાગ ક્યારેય શૂટ થયો ન હતો, જ્યારે કલાકારોએ
વાંચેલી સ્ક્રિપ્ટ પૂર્ણ હતી.”
ભૂમિએ કહ્યું કે,” સેટ પરના સંજોગોને કારણે ફિલ્મ અધૂરી રહી
ગઈ હતી, અને થિયેટરોમાં
રિલીઝ થયેલું વર્ઝન મૂળ વાર્તા કરતા ઘણું અલગ હતું.” તેણીએ સમજાવ્યું, હું આઘાતમાં હતી.
હું સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે. કાશ મને વધુ સારી રીતે જાણ કરવામાં આવી
હોત, કદાચ હું
વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરી શકી હોત. જે ફિલ્મ રિલીઝ થઈ હતી તે અમે જે પ્રોજેક્ટ
પર હસ્તાક્ષર કર્યા હતા તેનાથી ઘણી દૂર હતી. આ નિષ્ફળતાએ તેણીને માનસિક અને
વ્યાવસાયિક રીતે હચમચાવી દીધી, અને એક સમયે, તેણીને લાગ્યું કે, તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.
આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું હતું.
૩ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ
રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ આશરે ₹45 કરોડ હોવાનું કહેવાય છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેણે માત્ર ₹1 લાખની કમાણી
કરી હતી. વધુમાં, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ
પર ખરીદદારો શોધવામાં નિષ્ફળ ગઈ અને આખરે તેને યુ-ટ્યુબ પર મફતમાં રિલીઝ કરવી પડી.
ભૂમિ હજુ પણ માને છે કે, આ અનુભવ એક કઠિન પાઠ હતો, જેનાથી તે ફિલ્મ નિર્માણની સિસ્ટમ અને
જટિલતાઓને સમજી શકી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ