
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) પીઢ ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને, અભિનેતા રાજપાલ યાદવને
તેમના મુશ્કેલ સમયમાં ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા, પ્રિયદર્શને
કહ્યું કે,” તે રાજપાલને 20 વર્ષથી વધુ
સમયથી ઓળખે છે અને જ્યારે તેણે તેને પહેલીવાર ફિલ્મ જંગલ માં જોયો,
ત્યારે તે પ્રભાવિત થયો હતો.” તેણે જણાવ્યું કે,” તેઓએ માલામાલ વીકલી પર સાથે કામ
કરવાનું શરૂ કર્યું હતું,
અને ત્યારથી, રાજપાલ તેની ઘણી
ફિલ્મોનો ભાગ છે.” પ્રિયદર્શને એ પણ ખુલાસો કર્યો કે,”વર્તમાન
પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, તેણે તેની આગામી ફિલ્મના નિર્માતાઓને રાજપાલને તેની સંમત ફી
કરતાં વધુ ચૂકવવા વિનંતી કરી છે, જેના માટે નિર્માતાઓ સંમત થયા છે.”
પ્રિયદર્શને રાજપાલને ખૂબ જ ઉમદા વ્યક્તિ ગણાવતા કહ્યું કે,”
તેના મર્યાદિત શિક્ષણને કારણે, તે કાનૂની અને નાણાકીય જટિલતાઓને યોગ્ય રીતે સમજી શક્યો ન
હતો, જેના કારણે તે
વિવાદોમાં ફસાઈ ગયો.” તેણે કહ્યું, અમે તેને આ મુશ્કેલીમાંથી બચાવવા માંગીએ છીએ.
હું તેની સમસ્યાઓથી પહેલાથી જ વાકેફ હતો, તેથી મેં તેને કામ આપવાનું ચાલુ રાખ્યું, જાહેરાતોમાં પણ
તકો આપી.
પ્રિયદર્શનના મતે, રાજપાલ તેની આગામી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે
અને આ મુશ્કેલ સમયમાં તેમને તાકાત મળે તેવું ઇચ્છે છે.
નોંધનીય છે કે જૂના ચેક બાઉન્સ કેસમાં રાહત ન મળતાં રાજપાલે,
5 ફેબ્રુઆરીએ
તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું અને હાલમાં તે છ મહિનાની સજા ભોગવી રહ્યો છે.
તેની જામીન અરજી પર આગામી સુનાવણી 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ થવાની છે. દરમિયાન, સલમાન ખાન, અજય દેવગન, નવાઝુદ્દીન
સિદ્દીકી, ડેવિડ ધવન અને
સોનુ સૂદ સહિત અનેક ફિલ્મ હસ્તીઓ, તેમના સમર્થનમાં આગળ આવી છે.
રાજપાલની પત્ની
રાધાએ પણ આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઉદ્યોગના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ