પાટણ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર 01-01-2026ની લાયકાત તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત પાટણ જિલ્લાની આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે. નવી યાદી મુજબ જિલ્લામાં કુલ 11,1
પાટણ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ


પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર 01-01-2026ની લાયકાત તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત પાટણ જિલ્લાની આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે. નવી યાદી મુજબ જિલ્લામાં કુલ 11,19,525 મતદારો નોંધાયા છે.

19-12-2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા મુસદ્દા યાદીમાં 11,11,738 મતદારો હતા. સુધારણા પ્રક્રિયા દરમિયાન 20-12-2025થી 10-02-2026 સુધી કુલ 43,574 ફોર્મ મળ્યા, જેમાંથી 24,599 મંજૂર અને 18,975 નામંજૂર કરવામાં આવ્યા.

2002ની યાદી સાથે મેપિંગ ન ધરાવતા 26,519 અને તાર્કિક વિસંગતતા ધરાવતા 2,86,068 મળી કુલ 3,12,587 લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણી બાદ 2,636 મતદારો ગેરલાયક ઠરતા તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા.

નામ કમી કરવા માટે ફોર્મ-7 દ્વારા 17,593 અરજીઓ મળી હતી, જેમાંથી 15,241 નામંજૂર અને 2,352 મંજૂર કરાઈ હતી.

પ્રક્રિયા દરમિયાન રોલ ઓબઝર્વર અને પ્રભારી સચિવ મમતા વર્માએ સમીક્ષા બેઠકો યોજી હતી. જો કોઈ મતદાર નિર્ણયથી અસંતુષ્ટ હોય, તો તેઓ આખરી યાદી પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ અપીલ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande