
પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરમા વિદેશી દારૂનો જથ્થો અવારનવાર ઝડપાય છે. પોરબંદરની સરકારી હોસ્પિટલના પીએમ રૂમના ગેટ પાસેથી એક સ્કુટરમાંથી વિદેશી દારૂની 11 બોટલ કબ્જે કરી હતી. જોકે આરોપી નાશી છુટયો હતો. પોરબંદરની સરકારી હોસ્પિટલના પીએમ રૂમ નજીક એકટીવા સ્કુટરમા વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરમ્યાન સ્કુટરનં-GJ-25-AB-2198 ની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-11 કિંમત રૂ.3300નો મુદામાલ મળી આવ્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી સ્કુટર મુકીને નાશી છુટયો હતો. પોલીસે સ્કુટરના ચાલક સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya