સિદ્ધપુરમા ગાડીના વ્યવસાયિક હિસાબ અંગે થયેલા વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુર શહેરના કોહિનૂર સોસાયટી વિસ્તારમાં ગાડીના વ્યવસાયિક હિસાબ અંગે થયેલા વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રહેવાસી ઈદ્રીશભાઈ કરીમભાઈ ભુરાભાઈએ ટ્રાન્સપોર્ટ ધંધા માટે ગાડી કડી, જિ. મહેસાણાના ઈરફાનભાઈ ચાંદભાઈ કુરેશીને આપી
સિદ્ધપુરમા ગાડીના વ્યવસાયિક હિસાબ અંગે થયેલા વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ


પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુર શહેરના કોહિનૂર સોસાયટી વિસ્તારમાં ગાડીના વ્યવસાયિક હિસાબ અંગે થયેલા વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રહેવાસી ઈદ્રીશભાઈ કરીમભાઈ ભુરાભાઈએ ટ્રાન્સપોર્ટ ધંધા માટે ગાડી કડી, જિ. મહેસાણાના ઈરફાનભાઈ ચાંદભાઈ કુરેશીને આપી હતી, પરંતુ છેલ્લા 14 મહિનાથી હિસાબ આપવામાં આવ્યો ન હતો.

ફરીયાદીએ મોબાઈલ પર હિસાબ માંગતા ઈરફાનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. ઘટનાને પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સિદ્ધપુર પોલીસે બી.એન.એસ. કલમ 296(B) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર રાવતાજી દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande