
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી
ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે રવાના થશે. નવ વર્ષમાં આ તેમની બીજી મુલાકાત હશે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ,
ખાસ કરીને અમેરિકા
અને ઇરાન વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે થઈ રહેલી આ મુલાકાતને ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક
ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલી સંસદને પણ સંબોધિત કરશે.
એક સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “ઇઝરાયલી વડાપ્રધાન
બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી
દરમિયાન ઇઝરાયલની રાજ્ય મુલાકાતે રહેશે. વડાપ્રધાનની ઇઝરાયલની આ બીજી મુલાકાત હશે.
આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી
ઇઝરાયલમાં નેતન્યાહૂને મળશે.”
બંને નેતાઓ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી
નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ અને
સુરક્ષા, કૃષિ, પાણી વ્યવસ્થાપન, વેપાર અને
અર્થતંત્ર અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેની તકોની
ચર્ચા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ
વિચારોનું આદાન-પ્રદાન કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી ઇઝરાયલી રાષ્ટ્રપતિ ઇસહાક
હર્ઝોગને પણ મળશે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, નેસેટને સંબોધિત
કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે, મોદીની મુલાકાત રાજદ્વારી અને ગૌરવને જોડે છે. આ મુલાકાત
ઇતિહાસ, મૂલ્યો અને
ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન આયરન ડોમ વાયુસુરક્ષા
પ્રણાલી, આશરે ₹71,000 કરોડનો, સંભવિત
સંરક્ષણ સોદો અને એઆઇ,-આધારિત ડ્રોન
ટેકનોલોજી પર ચર્ચા થવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ