સરતાનપર વાવડી વિસ્તારમાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપી, S.O.G.ની કાર્યવાહી.
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)સરતાનપર વાવડી પાડી વિસ્તારમાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. S.O.G. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, પ
આરોપી


ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)સરતાનપર વાવડી પાડી વિસ્તારમાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. S.O.G. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે સરતાનપર વાવડી વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાસે ગેરકાયદેસર રીતે સૂકો ગાંજો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીને આધારે S.O.G.ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમ્યાન મુકેશ જીવારામભાઈ ગોંડલીયા નામના ઈસમ પાસેથી સૂકો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી અંદાજે રૂપિયા 63,150 કિંમતનો ગાંજા સહિત નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કયા હેતુસર રાખવામાં આવ્યો હતો.આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક લોકોમાં પણ પોલીસની સતર્ક કામગીરીને લઈ ચર્ચા જાગી છે. ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર અને વપરાશ સામે કડક વલણ અપનાવવા પોલીસ તંત્ર પ્રતિબદ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.S.O.G. દ્વારા સમયાંતરે આવી પેટ્રોલિંગ અને બાતમી આધારિત કાર્યવાહી કરવામાં આવતી રહે છે, જેથી નશીલા પદાર્થોની હેરફેર પર રોક લગાવી શકાય. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande