લ્હોર ગામે ‘100 દિવસીય અભિયાન’ અંતર્ગત, બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામની પ્રાથમિક શાળા ખાતે ‘100 દિવસીય અભિયાન, બાળ વિવાહ મુક્ત ભારત’ અંતર્ગત બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્
લ્હોર ગામે ‘100 દિવસીય અભિયાન’ અંતર્ગત બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ


મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામની પ્રાથમિક શાળા ખાતે ‘100 દિવસીય અભિયાન, બાળ વિવાહ મુક્ત ભારત’ અંતર્ગત બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનો અને વાલીઓને બાળ લગ્નના શારીરિક અને માનસિક ગેરફાયદા તેમજ શિક્ષણના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે 15 કે 17 વર્ષની ઉંમરે બાળકોનો સર્વાંગી વિકાસ પૂર્ણ થયો હોતો નથી. નાની ઉંમરે લગ્ન કરવાથી તેમના પર કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓનો બોજ વધી જાય છે, જેના કારણે માનસિક તણાવ અને આરોગ્ય સંબંધિત જોખમો ઊભા થાય છે. કાર્યક્રમના અંતે તેમણે હાજર સૌને શપથ લેવડાવ્યો કે દીકરી 18 વર્ષ અને દીકરો 21 વર્ષનો ન થાય તથા પોતાના પગભર ન બને ત્યાં સુધી તેમના લગ્ન નહીં કરાવાય.

આ અભિયાનને સફળ બનાવવા આશા વર્કર અને આંગણવાડી બહેનોને સક્રિય જોડાવા અનુરોધ કરાયો હતો. પ્રસંગે કડી ભાજપ તાલુકા પ્રમુખ શૈલેષજી ઠાકોર, મહામંત્રી દીપક પટેલ, સરપંચ સુરેશભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહિલા સર્વાંગી વિકાસ ટ્રસ્ટ લ્હોર અને ગાયત્રી સેવા સંસ્થાન મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande