પોરબંદર બીજેપી દ્વારા બજેટ પર જાગૃતિ સેમિનાર યોજાયો
પોરબંદર, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27 ના બજેટની જોગવાઈઓ સામાન્ય જનતા સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી આજે તારીખ 03/02/2026 ના રોજ પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક ખાતે એક વિશેષ સેમિ
પોરબંદર બીજેપી દ્વારા બજેટ પર જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર બીજેપી દ્વારા બજેટ પર જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર બીજેપી દ્વારા બજેટ પર જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27 ના બજેટની જોગવાઈઓ સામાન્ય જનતા સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી આજે તારીખ 03/02/2026 ના રોજ પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિઆ સેમિનારમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, કેતનભાઈ દાણી અને ડો. અનિલભાઈ દેવાણી સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્ચાર્જસીએ દિવ્યેશ સોઢાઅને સહ-ઈન્ચાર્જ ભાવિક દેવાણીતથા વિજયભાઈ ઉનડકટ દ્વારા કરવામાં આવ્યું હતું. બજેટની જોગવાઈઓ અંગે ઊંડાણપૂર્વક માહિતીસેમિનાર દરમિયાન સીએ દિવ્યેશ સોઢા, ભાવિક દેવાણી અને વિજયભાઈ ઉનડકટ દ્વારા બજેટની વિવિધ કલ્યાણકારી જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ આ બજેટને “નેશન ફર્સ્ટ' (Nation First)ની ફિલોસોફી પર આધારિત ગણાવ્યું હતું.ઉપસ્થિત હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ આ બજેટને ભારતની સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરતી એક મજબૂત બ્લુપ્રિન્ટ ગણાવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આમંત્રિતો ઉપસ્થિત રહી બજેટના વિવિધ પાસાઓથી અવગત થયા હતા.

બજેટ 2026-27 માં સહકારી ક્ષેત્ર (Cooperative Sector) માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે, જે સહકારી મંડળીઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande