
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબના સાંસદોનું સ્વાગત કરીને યજમાની કરી.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન, સાંસદો અને કેન્દ્રીય પ્રધાનોએ એકબીજા સાથે વાર્તાલાપ કર્યો અને વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ રાજ્યના પ્રતિનિધિઓ સાથે સંવાદ અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે સમયાંતરે વિવિધ રાજ્યોના સાંસદો સાથે સંવાદ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ