
તેલ અવીવ/તેહરાન, નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.). અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત લશ્કરી કાર્યવાહીનો સામનો કરી રહેલા ઈરાને, 12મા દિવસે એકલા હાથે મોટો પડકાર ઉભો કર્યો છે. ઈરાને રાત્રે ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ સ્વીકાર્યું કે ઈરાને રાત્રે ત્રણ મિસાઈલ હુમલા કર્યા. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ જણાવ્યું છે કે, યુદ્ધ શરૂ થયા પછી તેણે ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. દરમિયાન ઈઝરાયલે, રાત્રે લેબનીઝ રાજધાની બેરૂતમાં આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ગઢ પર હુમલો કર્યો.
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આઈડીએફ અધિકારીઓએ આજે વહેલી સવારે જણાવ્યું હતું કે, ઈરાને મધ્યરાત્રિથી લગભગ 4:30 વાગ્યાની વચ્ચે ત્રણ મિસાઈલ છોડ્યા. મોટાભાગની મિસાઈલોને અટકાવી અને નાશ કરવામાં આવી. ઈજા કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, તસ્નીમ અનુસાર, આ હુમલામાં ઘણી મિસાઈલો છોડવામાં આવી હતી, જેમાં લાંબા અંતરની ખોરમશહર બેલિસ્ટિક મિસાઈલનો પણ સમાવેશ થાય છે.
ઈરાનનું કહેવું છે કે, આ મિસાઈલોએ આ પ્રદેશમાં અનેક ઈઝરાયલી ઠેકાણાઓ અને યુએસ બેઝને નિશાન બનાવ્યા હતા. આઈઆરજીસી એ જણાવ્યું છે કે, દુશ્મનને સંપૂર્ણપણે પરાજિત ન થાય ત્યાં સુધી તેના હુમલા ચાલુ રહેશે. આઈડીએફ કહે છે કે ઈરાની મિસાઈલ ફાયરથી પ્રભાવિત વિસ્તારોમાં એલાર્મ સાયરન વાગી રહ્યા છે. લોકોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશની સંરક્ષણ પ્રણાલીઓ સતત દુશ્મન મિસાઈલોને અટકાવી રહી છે અને તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે. આ હુમલાને કારણે તેલ અવીવ, મધ્ય ઈઝરાયલના અન્ય સમુદાયો અને પશ્ચિમ કાંઠાની કેટલીક વસાહતોમાં સાયરન વાગવા લાગ્યા. આઈડીએફ એ અહેવાલ આપ્યો કે, બેરૂતમાં હિઝબુલ્લાહનો ગઢ નાશ પામ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ