રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને મહિલા મહાજન સુનાવણી, 15 કેસોમાંથી 12 કેસોનો નિકાલ
વડોદરા, 11 માર્ચ (હિ.સ) : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષ સ્થાને વડોદરાના સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે મહિલા મહાજનસુનાવણી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા કમિશનર
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને મહિલા મહાજન સુનાવણી


રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને મહિલા મહાજન સુનાવણી


વડોદરા, 11 માર્ચ (હિ.સ) : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષ સ્થાને વડોદરાના સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે મહિલા મહાજનસુનાવણી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા કમિશનર અને રૂરલ વિસ્તારના 15 કેસોને સાંભળવામાં આવ્યા હતા જેમાંથી 12 કેસોનો સફળતા પૂર્વક નિકાલ અને 2 કેસો આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે.

અધ્યક્ષસ્થાનેથી અધ્યક્ષ વિજયા રહાટકરએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી મહિલાઓ તરફથી લાખો ફરિયાદો આયોગમાં નોંધાઈ રહી છે અને ક્યારેક કેસોમાં ન્યાય આપવામાં વિલંબ થઇ જાય છે. ઘણી મહિલાઓ સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી આયોગ મહિલાઓ સુધી જાતે પહોંચે તે હેતુથી આયોગ આપને દ્વારા અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહાજનસુનાવણી યોજી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આશરે 100 જેટલી જનસુનાવણીઓ યોજાઈ ચૂકી છે અને આ અઠવાડિયામાં અંદાજે 500 સુનાવણીઓ વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં 139 કેસો નોંધાયા હતા જેમાંથી હાલ 91 કેસો પેન્ડિગ છે જેના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક તંત્ર દ્વારા સુનાવણીનું સુદ્રઢ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સુનાવણીમાં અધ્યક્ષએ મહિલાઓ દ્વારા કરેલી ફરિયાદોની સુનાવણી કરવાની સાથે સાથે ગંભીર કેસોની નોંધણી, કાનૂની માર્ગદર્શન અને લગણીસભર પ્રક્રિયાત્મક સહાય સુનિશ્ચિત કરી કરી હતી. સાથે ઉપસ્થિત પોલીસ વિભાગ, વકીલઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પુરુ પડ્યું હતું.

આ જનસુનાવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પોતાની ફરિયાદો રજૂ કરવા તથા સંસ્થાકીય સહાય મેળવવા માટે એક સીધું અને સરળ મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સંકલિત પ્રયત્ન હેઠળ ઘરેલું હિંસા, કાર્યસ્થળે જાતીય સતામણી, માતૃત્વ લાભ, પરિત્યાગ, માનવ તસ્કરી (trafficking) તેમજ અન્ય જાતિ આધારિત અન્યાય અને હિંસા સંબંધિત ફરિયાદો સાંભળવા અને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આ જન સુનાવણીમાં મહિલા આયોગ સમિતિના સભ્યો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો તથા પ્રોટેક્શન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande