પાંડેસરામાં ધોળા દિવસે વેપારીનું અપહરણ, પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
સુરત, 11 માર્ચ (હિ.સ.)-સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાંડેસરા GIDCમાં પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા પ્રશાંતભાઈ સરવૈયાને કેટલાક અજાણ્યા શખ્સો કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. મળતી માહિ
પાંડેસરામાં ધોળા દિવસે વેપારીનું અપહરણ, પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા


સુરત, 11 માર્ચ (હિ.સ.)-સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાંડેસરા GIDCમાં પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા પ્રશાંતભાઈ સરવૈયાને કેટલાક અજાણ્યા શખ્સો કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, બપોરે લગભગ 12:30 વાગ્યે ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ MH01BB6334 નંબરની વેરિટો કારમાં વેપારીને જબરદસ્તી બેસાડી અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તરત જ સક્રિય બની ગયું અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી.

પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા. ત્યારબાદ ઝડપી કાર્યવાહી કરતા તાપી LCBની ટીમે ચેકપોસ્ટ નજીક ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને અપહરણ કરાયેલા વેપારીને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં સફળતા મેળવી.

પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ અપહરણની ઘટના ઉકેલી લેવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande