સુત્રાપાડામાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક: ખેડૂતલક્ષી મુદ્દાઓ પર ચર્ચા, નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન
ગીર સોમનાથ 11 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક (JDCC) ની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખી વિવિધ મુદ્દાઓ પર વિ
સુત્રાપાડામાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ


ગીર સોમનાથ 11 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક (JDCC) ની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ખેડૂતોના આર્થિક ઉત્થાન, ખેતી માટેના ધિરાણની સુવિધા તેમજ સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેંકના વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પડતી સમસ્યાઓના નિવારણ માટે સકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું હતું.

આ પ્રસંગે બેંક સાથે સંકળાયેલા અને સુત્રાપાડાના યુવા નેતાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા તેમની સિદ્ધિને બિરદાવી તમામ ડાયરેક્ટરો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલને પ્રદેશ ભાજપ દ્વારા યુવા મોરચાના પ્રભારી તરીકે નિમણૂક મળતા તેમજ દિલીપભાઈ બારડને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને જામનગર જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્તિ મળતા બંને આગેવાનોને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, વાઈસ ચેરમેન મનુભાઈ ખૂટી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ડાયરેક્ટર જશાભાઈ બારડ, દિનેશભાઈ ખટારિયા, ઝવેરીભાઈ ઠકરાર, ગોવિંદભાઈ પરમાર, જેસીંગભાઈ મોરી, લક્ષ્મણભાઈ યાદવ,ચંદ્રકાબેન ચુડાસમા, ડોલી અજમેરા, ગીતાબેન, જેઠાભાઈ પાનેરા, હેમેન્દ્રભાઈ રાજાણી, વજુભાઈ મોવલિયા, પૂજાભાઈ બોદર સહિત બેંકના અન્ય ડાયરેક્ટરો, ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સહકારી ભાવના અને હર્ષોલ્લાસ વચ્ચે યોજાયેલ આ બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande