રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
- અસંગઠિત ક્ષેત્રની મહિલાઓમાં સુરક્ષા અંગેની લોકલ કમિટી અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપ્યું. વડોદરા, 11 માર્ચ (હિ.સ) રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન આજે બપોર બાદ પોલીસ ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ


- અસંગઠિત ક્ષેત્રની મહિલાઓમાં સુરક્ષા અંગેની લોકલ કમિટી અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપ્યું.

વડોદરા, 11 માર્ચ (હિ.સ) રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન આજે બપોર બાદ પોલીસ ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં તેમણે વડોદરા જિલ્લામાં મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે અમલી વિવિધ સરકારી યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકના પ્રારંભમાં ગુજરાતની કાર્યશૈલીની સરાહના કરી અધ્યક્ષશ્રીએ જિલ્લા કલેક્ટર પાસેથી મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગેની વિગતો મેળવી હતી. ખાસ કરીને બેટી બચાઓ બેટી પઢાઓ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને મહિલાઓના શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય માટે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની તેમણે સરાહના કરી હતી.

અધ્યક્ષએ વન સ્ટોપ સેન્ટર અને વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ જેવી યોજનાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીની સ્તરે કરવામાં આવેલી કામગીરી અને સિદ્ધિઓની વિગતો મેળવી હતી.

મહિલાઓની કાર્યસ્થળ પર સુરક્ષાના મુદ્દે ચર્ચા કરતા રહાટકરે જિલ્લામાં કાર્યરત આંતરિક સમિતિ અને લોકલ સમિતિની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, અસંગઠિત ક્ષેત્રમાં શ્રમ કરતી મહિલાઓ પોતાના અધિકારો અને સુરક્ષા માટેની લોકલ સમિતિ વિશે માહિતગાર થાય તે અત્યંત અનિવાર્ય છે. આ માટે તેમણે જિલ્લા કલેક્ટરને અસંગઠિત ક્ષેત્રમાં જાગૃતિ અભિયાન તેજ કરવા અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટેના સંવેદનશીલ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને વડોદરા રેન્જ આઈજી સંદિપસિંઘે પોલીસ વિભાગની કામગીરી અંગે વિગતો આપી હતી. અધ્યક્ષએ જિલ્લામાં દહેજ પ્રથા, ઘરેલુ હિંસા, પારિવારિક વિવાદો અને બાળલગ્ન જેવા સામાજિક દૂષણોને ડામવા માટે પોલીસે લીધેલા કડક પગલાઓની સમીક્ષા કરી હતી.

મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં ત્વરિત તપાસ અને પીડિતોને ન્યાય મળે તે દિશામાં પોલીસની સક્રિયતા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

સાથે જ, પોક્સો એક્ટ અંતર્ગત થતી કામગીરીમાં કાયદાના અમલીકરણ વખતે જમીની સ્તરે આવતા પડકારો અને તેના અસરકારક નિવારણ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદાર જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, નર્મદા એસ.પી., ભરૂચ એસ.પી.,ઉપરાંત શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande