જૂનાગઢ શહેર-જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા 'પોષણ સંગમ' કાર્યશાળા યોજા
જુનાગઢ 12 માર્ચ (હિ.સ.) જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ''પોષણ સંગમ'' કાર્યક્રમની અમલવારીને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવાના આશયથી એક દિવસીય કાર્યશાળા -વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ અને આ
જૂનાગઢ શહેર-જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને


જુનાગઢ 12 માર્ચ (હિ.સ.) જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે 'પોષણ સંગમ' કાર્યક્રમની અમલવારીને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવાના આશયથી એક દિવસીય કાર્યશાળા -વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. (ICDS) વચ્ચેના પરસ્પર સંકલન દ્વારા કાર્યક્રમની અમલવારી છેવાડાના કુપોષિત બાળકો સુધી પહોંચે તે માટે એક સચોટ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં અધ્યક્ષીય સંબોધનમાં કમિશનર શ્રી તેજશ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી અભિયાનની સફળતા માટે ચોકસાઈપૂર્વકનું મોનિટરિંગ અને ધરાતલ પર કામ કરતાં સ્ટાફનું ક્ષમતાવર્ધન અનિવાર્ય છે. તેમણે આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ વચ્ચેના પરસ્પર સંકલન અને ટીમ ભાવના દ્વારા જૂનાગઢને કુપોષણ મુક્ત કરવા ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રેરિત કર્યા હતા.

મહાનગરપાલિકાની કચેરી ખાતે આયોજિત આ કાર્યશાળામાં દરેક બ્લોકના મુખ્ય સેવિકાઓ દ્વારા પોષણ સંગમ અંતર્ગત નિર્ધારિત 'દસ પગલાં' ની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વકની સમજ કેળવવામાં આવી હતી, જેથી ક્ષેત્રિય સ્તરે કામગીરીમાં એકસૂત્રતા જળવાય અને લક્ષ્યાંકો સમયમર્યાદામાં સિદ્ધ કરી શકાય.

કાર્યશાળા દરમિયાન વિસાવદર બ્લોક કો-ઓર્ડિનેટર દ્વારા અત્યાર સુધીના ક્ષેત્રીય અનુભવો અને સફળ થયેલા કેસોની સાફલ્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બ્લોકના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે બ્લોક દીઠ વ્યૂહાત્મક આયોજન ઘડવામાં આવ્યું હતું. મુખ્ય સેવિકાઓએ પોતપોતાના કાર્યક્ષેત્રના વિશિષ્ટ પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના નવતર વિચારો રજૂ કરી કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવા સૂચનો આપ્યા હતા. આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. (ICDS) વચ્ચેના પરસ્પર સંકલન દ્વારા કાર્યક્રમની અમલવારી છેવાડાના કુપોષિત બાળકો સુધી પહોંચે તે માટે એક સચોટ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામ ઓફિસર ચેતનભાઈ સોજીત્રા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યશાળાની રૂપરેખા આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે દ્વારા 'પોષણ સંગમ' કાર્યક્રમની પાયાની બાબતો, અમલીકરણની પ્રક્રિયા અને હાલમાં થઈ રહેલી કામગીરી ઉપરાંત પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં જિલ્લા અને શહેરના પ્રોગ્રામ ઓફિસર જિલ્લા આર.સી.એચ. ઓફિસર, શહેરના મેડિકલ ઓફિસર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાળ વિકાસ યોજના અધિકારીઓ -CDPO, તાલુકા હેલ્થ ઓફિસરઓ, મુખ્ય સેવિકાઓ તેમજ બ્લોક કો-ઓર્ડિનેટરઓએ (NNM) સહભાગી થઈ સક્રિય યોગદાન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande