નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે હેતુથી, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રયોગશાળાઓનું નેટવર્ક વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે: આરોગ્ય મંત્રી
ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : વિધાનસભા ગૃહમાં ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજ
મંત્રી પ્રફુલ પાનશેરીયા


ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : વિધાનસભા ગૃહમાં ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રયોગશાળાઓનું નેટવર્ક વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં સુરત ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી 'ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી' સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.

આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, સુરત ખાતે રૂ. 50 કરોડના ખર્ચે તૈયાર પામનાર પ્રયોગશાળા માટે ચાલુ બજેટમાં રૂ.17 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રયોગશાળા માટે 2500 ચો.મી. જમીન ફાળવી દેવામાં આવી છે અને બિલ્ડિંગના નકશા તૈયાર થઈ ગયા છે. આ લેબોરેટરી કુલ - 2 બેઝ મેન્ટ પાર્કિંગ સુવિધા સાથે ૬-માળની બનાવવામાં આવશે. જેમાં ખોરાક અને દવાઓના પરીક્ષણ માટે માઈક્રોબાયોલોજી, કેમિકલ અને કોસ્મેટિક લેબ, દરેક ફ્લોર પર આધુનિક સાધનો સાથેની સ્પેશિયલાઈઝ્ડ લેબોરેટરી તથા વિશાળ પાર્કિંગ અને રજીસ્ટ્રેશન સુવિધાઓ આપવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, માત્ર સુરત જ નહીં, પરંતુ અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડમાં પણ નવી લેબોરેટરીઓ સ્થાપવા માટેની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. વડોદરાની સેન્ટ્રલ લેબોરેટરી પરના ભારણને ઓછું કરવા અને નમૂનાઓનું ઝડપી પરીક્ષણ થાય તે માટે સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

આ નવી લેબોરેટરીઓ કાર્યરત થવાથી, રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામેની ઝુંબેશ વધુ મજબૂત બનશે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થશે તેમ આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande