હારીજ તાલુકાના સરેલ ગામમાં હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાની ઇલેક્ટ્રિક સામગ્રીની ચોરી થયાની ઘટના સામે આવી
પાટણ, 12 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરેલ ગામમાં આવેલા હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાની ઇલેક્ટ્રિક સામગ્રીની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં વાયર, બેટરી, LED લાઇટ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ મામ
હારીજ તાલુકાના સરેલ ગામમાં આવેલા હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાની ઇલેક્ટ્રિક સામગ્રીની ચોરી થયાની ઘટના સામે આવી


પાટણ, 12 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરેલ ગામમાં આવેલા હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાની ઇલેક્ટ્રિક સામગ્રીની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં વાયર, બેટરી, LED લાઇટ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્લાન્ટના સ્ટોર ઇન્ચાર્જ માંગીલાલ ચોખારામ શર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે પ્લાન્ટમાં સોલાર પેનલ, કેબલ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો ખુલ્લા સ્થળે રાખવામાં આવતા હોવાથી વિવિધ બ્લોક અને સ્ટોરમાંથી ચોરી થતી રહી હતી. સ્ટોકની ચકાસણી દરમિયાન માલસામાનમાં મોટી ઘટ જણાતા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ બ્લોક નંબર 10, 13 અને 15 માંથી 36 નંગ 10-વે હાર્નેસ, 10 નંગ રાફ્ટર અને 15 નંગ કનેક્ટિંગ પ્લેટની ચોરી થઈ છે. ઉપરાંત સ્ટોરમાંથી 54542 મીટર સોલાર DC કેબલ, બ્લોક નંબર 14 માંથી 1096 મીટર રેડ-બ્લેક વાયર, 2 UPS બેટરી અને 30 LED લાઇટ સહિત અન્ય કેબલ વાયરો પણ ચોરાઈ ગયા છે.

હારીજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 303(2) અને 329(3) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર નિરવકુમાર અમૃતલાલ શાહ આ કેસની તપાસ કરી રહ્યા છે અને પ્લાન્ટના કર્મચારીઓ સહિત વિવિધ પાસાઓ પરથી તપાસ આગળ ધપાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande