જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી
જામનગર, 12 માર્ચ (હિ.સ.) : જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને હિરજી મિસ્ત્રી રોડ પર શ્યામ મેટલ્સ નામનો બ્રાસપોર્ટનું કારખાનું અને ભઠ્ઠી ચલાવતા વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયા નામના બ્રાસપાટના કારખાનેદારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાન
પોલીસ ચોરી ફરિયાદ


જામનગર, 12 માર્ચ (હિ.સ.) : જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને હિરજી મિસ્ત્રી રોડ પર શ્યામ મેટલ્સ નામનો બ્રાસપોર્ટનું કારખાનું અને ભઠ્ઠી ચલાવતા વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયા નામના બ્રાસપાટના કારખાનેદારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી રૂપિયા 11,70,000ની કિંમતનો 7,800 કિલો ભંગાર ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીને તાજેતરમાં પોતાના કારખાનામાંથી કેટલોક માલ સામાન ઓછો હોવાનું જાણવા મળ્યું હતું, અને પોતે રાત્રે જઈને તપાસ કરતાં કારખાનામાં મુખ્ય દરવાજો ખુલ્લો હતો, અને તાળો તૂટેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ અંદરનું શટર પણ ઉચકાયેલું જોવા મળ્યું હતું,

જેથી કારખાનેદાર દ્વારા અંદર રહેલા પિત્તળના સ્ટોકની તપાસણી કરાવતાં છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળા દરમિયાન કુલ 7,800 કિલો પિતળનો માલ ઓછો હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ 11,70,000 જેટલી કિંમત થાય છે, જેની ચોરી થયાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande