
અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે “દિલ ઔર દિમાગ: હર એડિશન” વિષય પર વિશેષ વાર્તાલાપનું આયોજન આયોજન શનિવાર, 14 માર્ચ૬ના રોજ સાંજે 6.30 થી 7.45 વાગ્યા દરમ્યાન એએમએ ખાતે કરવામાં આવ્યું છે.
રિધ્ધિ દોશી પટેલ (સ્થાપક – EmOcean, Rhhyns Wellbeing; ટેડએક્સ વક્તા; પ્રમાણિત બાળ મનોવૈજ્ઞાનિક; પેરેન્ટિંગ કાઉન્સેલર; કોર્પોરેટ ટ્રેનર - મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ) આ વાર્તાલાપ કરશે અને માનસિક અને ભાવનાત્મક સુખાકારી વચ્ચે સંતુલન જાળવવાના વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ