આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે ભાવનગર આરપીએફ મહિલા કર્મચારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
ભાવનગર 13 માર્ચ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તા. 13 માર્ચ 2026ના રોજ મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે રેલવે સુરક્ષા બળ (RPF)ની મહિલા કર્મચારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવ
આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે આરપીએફ મહિલા કર્મચારીઓ


ભાવનગર 13 માર્ચ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તા. 13 માર્ચ 2026ના રોજ મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે રેલવે સુરક્ષા બળ (RPF)ની મહિલા કર્મચારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવી તેમજ ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની સમયસર તપાસ અને તેની અટકાયત અંગે જાગૃતિ લાવવાનો હતો.

આ અવસરે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. અનુશ્રીએ આરપીએફની મહિલા કર્મચારીઓની આરોગ્ય તપાસ કરી. કેમ્પ દરમિયાન પેપ સ્મિયર (Pap Smear) ટેસ્ટ સહિત સર્વાઇકલ કેન્સર સંબંધિત અન્ય જરૂરી તપાસો પણ કરવામાં આવી. ડૉ. અનુશ્રીએ હાજર મહિલા કર્મચારીઓને સર્વાઇકલ કેન્સરના લક્ષણો, કારણો, રોકથામ તેમજ નિયમિત તપાસના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે સમયસર તપાસ અને યોગ્ય સારવાર દ્વારા આ ગંભીર રોગને પ્રારંભિક તબક્કામાં જ નિયંત્રિત કરી શકાય છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ આરોગ્ય કેમ્પનું આયોજન મુખ્ય ચિકિત્સા અધિક્ષક (CMS) ડૉ. મનોજ કુમારની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની યોગ્ય વ્યવસ્થા, સંકલન અને સંચાલન સહાયક નર્સિંગ અધિકારી (ANO), ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પ્રયાસોથી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ અવસરે હોસ્પિટલના ચિકિત્સા અને નર્સિંગ સ્ટાફે પણ સક્રિય સહયોગ આપ્યો.

કેમ્પમાં આરપીએફની મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી. કાર્યક્રમ દ્વારા મહિલાઓને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા, સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓની અટકાયત માટે સમયાંતરે તપાસ કરાવવા પ્રેરિત કરવામાં આવી.

“સ્વસ્થ મહિલા – સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજની આધારશિલા છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande