ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવા મુદ્દે સ્થાનિકો વિરોધના મૂડમાં.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવાની હિલાચાલને પગલે સ્થાનિકો ફરી આંદોલન કરવાના મુડમા આવી ગયા છે આજે સાંજે રેલવે ફાટક નજીક એકત્રીત થઈ અને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદરના પ્રવેશ દ્રારે ફલાઇ ઓવર
ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવા મુદ્દે સ્થાનિકો વિરોધના મૂડમાં.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવાની હિલાચાલને પગલે સ્થાનિકો ફરી આંદોલન કરવાના મુડમા આવી ગયા છે આજે સાંજે રેલવે ફાટક નજીક એકત્રીત થઈ અને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદરના પ્રવેશ દ્રારે ફલાઇ ઓવર બ્રિજ બનાવ્યા બાદ ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો પાંચ માસ પૂર્વે આ ફાટક બંધ કરી દેવામા આવતા સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ ફાટક ખુલ્લુ કરવામા આવ્યુ હતુ ત્યાં ફરી આગામી તા.1 મેથી ફાટક બંધ કરવાના બોર્ડ રેલવે વિભાગ દ્રારા લગાવી દેવામા આવ્યુ હતુ આથી સ્થાનિકોએ ફરી વિરોધ કરવાના મુડમા આવી ગયા છે. કારણ કે હજારો લોકોનો અવર-જવર કરવાનો મુખ્ય રસ્તો છે અને તે બંધ કરવામા આવે તો લોકોને મુશ્કેલી પડી રહી છે. ફાટકના મુદે સ્થાનિકો એકત્રીત થઈ અને વિરોધ કરશે મનપાની ચુંટણી નજીક આવી રહી છે.તેવા સમયે ફાટકનો વિરોધ થશે તો કયા પક્ષને નુકશાન થશે તે સૌ કોઈ જાણે છે તો વિરોધ પક્ષ પણ આ મુદે વધારે ઉછાળશે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande