પોરબંદરમાં સિલિન્ડર બુકિંગમાં પાંચ ગણો વધારો.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.તો બીજી તરફ ગેસ સિલિન્ડરની અછતની અફવાને પગલે પોરબંદરમ
પોરબંદરમાં સિલિન્ડર બુકિંગમાં પાંચ ગણો વધારો.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.તો બીજી તરફ ગેસ સિલિન્ડરની અછતની અફવાને પગલે પોરબંદરમા ગેસ એજન્સીમા બુકિંગમા પાંચ ગણો વધારો થયો છે.

હાલની યુધ્ધની પરિસ્થિતને લઈ ગેસની અછત વર્તાશે તેવી અફવાને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ધડાધડ ગેસ સિલિન્ડરનુ બુકિંગ કરાવી રહ્યા છે .તો બીજી તરફ ગેસ એજન્સીની ઓફિસ ખાતે બુકિંગ માટે પહોંચી જાય છે. ગેસ સિલિન્ડરનુ બુકિગ નિમયમિત રીતે પણ ઓનલાઈન થતુ હોય છે. હાલ અફવાને પગલે ઓનલાઈન બુકિંગમા વધારો થયો છે નિયમિત 300 બુકિંગ થતા હતા તેમની સામે 1500 બુકિગ થઇ રહ્યા છે જેના કારણે સર્વર સ્લો ચાલી રહ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.એકએક બુકિગમા વધારો થતા ગેસ એજન્સીના સંચાલકોની હાલત પણ કફોડી બની છે તેમના જણાવ્યા અનુસાર સિલિન્ડરોનો પુરતો જથ્થો છે. આથી લોકોએ પરેશાન થવાની જરૂર નથી અને તંત્ર દ્રારા પણ ખાસ આયોજન કરવામા આવી રહ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande