
જામનગર, 13 માર્ચ (હિ.સ.) :
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડાથી માણેકપર રસ્તા પર પતિની બાઈકની પાછળ બેઠેલા પત્ની મોટરસાયકલમાથી કુદી જતાં આરોપીએ ઉશ્કેરાઈ લાકડી અને પથ્થર વડે માર મારતાં મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. અને ધ્રોલ પોલીસે પતિ સામે હુમલા અંગે ગુનો નોંધ્યો છે.
ધ્રોલના હાડાટોડા ગામમાં રહેતા મમતાબા બકુલસિંહ જાડેજા (ઉ.વ.48) નામની મહિલાને ગત તા.8ના રોજ તેમના પતિ બહાર જવાનું કહીને પોતાના મોટરસાયકલમાં બેસાડીને લઈ જતાં ફરીયાદી મમતાબાને બિક લાગતા બાઇકમાંથી કુદી ગયા હતા. આથી આરોપીએ પોતાની પત્ની ફરીયાદીને લાકડી વડે વાંસાના ભાગે મુંઢ માર માર્યો હતો અને પથ્થર વડે માથાના ભાગે મુંઢ મારી છરી બતાવી હતી. દરમિયાન અન્ય લોકો આવી જતાં પતિ ત્યાંથી ભાગી ગયા હતા, અને મમતાબાએ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
દરમ્યાનમાં મમતાબા દ્વારા આ બનાવ અંગે ધ્રોલ પોલીસમાં પતિ બકુલસિંહ રાજમલસિંહ જાડેજાની વિરુધ્ધ ફરીયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો છે, અને આ બનાવ બાબતમાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt