એલમપુર ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
સોમનાથ,13 માર્ચ (હિ.સ.) ઉના તાલુકાના એલમપુર ગામમાં રાત્રિસભા યોજી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ રાત્રિસભામાં નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમને ધ્યાનપૂર્વક સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને ત્
એલમપુર ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા


સોમનાથ,13 માર્ચ (હિ.સ.) ઉના તાલુકાના એલમપુર ગામમાં રાત્રિસભા યોજી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ રાત્રિસભામાં નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમને ધ્યાનપૂર્વક સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને ત્વરિત ઉકેલ માટે સૂચનાઓ આપી હતી.

કલેક્ટરએ પી.એમ.સૂર્યઘર યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, કિશોરીઓમાં એચ.પી.વી વેક્સિનનું 100 % રસીકરણ, મમતા દિવસ અંતર્ગત બાળકોનું રસીકરણ, જળસંગ્રહ, એફ.પી.એસ. અંતર્ગત અન્ન વિતરણ વ્યવસ્થા, આરોગ્યસેવાઓ, આંગણવાડીના લાભથી કોઈ બાળક વંચિત ન રહે તેમજ કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સારસંભાળ વિશે પૃચ્છા કરી અને સીમ વિસ્તારમાં આંગણવાડીની દરખાસ્ત કરવા સૂચના આપી હતી.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ખોરાકમાં કેમિકલ અને યુરિયાનો ઉપયોગ થતો હોવાના કારણે કેન્સર સહિતના રોગ ઉદ્ભવે છે. આવનારી પેઢીને સારૂ સ્વાસ્થ્ય મળી રહે એવા હેતુસર પ્રાકૃતિક ખેતી જરૂરી છે.

રાજ્યપારીની ગીર સોમનાથ મુલાકાતનો ઉલ્લેખ કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થી ઉગાડેલા ધાન્યના ભાવ પણ વધુ સારા મળે છે. જે આપણાં જ જિલ્લાના ઉમરેઠીના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. ખેડૂતો અને પશુપાલકોને કૃત્રિમ બીજદાન, પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ માધ્યમનો ઉપયોગ કરી અને પોતાની આવક ડબલ થાય એ દિશામાં આગળ વધવા માટે કલેક્ટરએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ સ્ટ્રીટલાઈટની સમસ્યાઓ, ખેતરમાં પાણી પહોંચાડવાની સમસ્યાઓ, ગૌચરને લગતા પ્રશ્નો સહિત વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી.

ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અને કલેકટરએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્ટ્રીટલાઈટ સહિત જનહિતલક્ષી મુશ્કેલીના ઉકેલ માટે પગલાઓ લેવા સૂચન કર્યું હતું.

પ્રાકૃતિક ખેતી અંતર્ગત એલમપુર ક્લસ્ટરમાં ૦૩ ગામનો સમાવેશ થાય છે. આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે ખરીફ સિઝનમાં મગફળીની વાવણી અને પ્રાકૃતિક ખેતીના ઘનજીવામૃત, જીવામૃત, છાણિયુ ખાતર સહિત ખેતરના સર્ટિફિકેશન,પ્રાકૃતિક પેદાશોના વેંચાણની જાણકારી અને વિવિધ આયામો જણાવી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

પશુપાલન વિભાગના પ્રતિનિધિ ડૉ.દેવેન્દ્ર સોલંકીએ પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, લૈંગિક બીજદાન અને પશુ માવજત વિશે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

આ રાત્રિસભામાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, ઉના ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય નગાભાઈ, સરપંચ પબીબહેન બામણિયા અને ખેતીવાડી, સિંચાઈ, આંગણવાડી, પશુપાલન સહિતના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande