રાજ્યસભા ચૂંટણી: ક્રોસ-વોટિંગનો ભય, ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ નજીકના રિસોર્ટમાં રોકાયા
બેંગલુરુ, નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.): 16 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને, ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લાવવામાં આવ્યા છે. આ નવ ધારાસભ્યો રામનગર જિલ્લાના બિદાદીમાં વંડરલા રિસોર્ટમાં રોકાયા છે. ઓ
ઓડીશા ના ધારાસભ્યો


બેંગલુરુ, નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.): 16 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને, ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લાવવામાં આવ્યા છે. આ નવ ધારાસભ્યો રામનગર જિલ્લાના બિદાદીમાં વંડરલા રિસોર્ટમાં રોકાયા છે.

ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભક્ત ચરણ દાસના નેતૃત્વમાં, પાર્ટીના 14 ધારાસભ્યોમાંથી નવ ધારાસભ્યો ગઈકાલે મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યા હતા. સૂત્રો સૂચવે છે કે બાકીના ધારાસભ્યો પણ આજે બેંગલુરુ આવી શકે છે. આ ધારાસભ્યો મતદાનના દિવસે ભુવનેશ્વર પાછા ફરે તેવી અપેક્ષા છે.

આ વખતે ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર દિલીપ રે, રાજ્યસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે ક્રોસ-વોટિંગની શક્યતા અંગે ચિંતિત છે. પાર્ટીના સૂત્રો કહે છે કે, ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે બેંગલુરુ લાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે આ ચૂંટણીમાં બીજેડી ઉમેદવાર ડૉ. દત્તેશ્વર હોતાને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજુ જનતા દળ અને કોંગ્રેસ પાસે બીજી બેઠક જીતવા માટે પૂરતા મતો છે, પરંતુ દિલીપ રેના મેદાનમાં પ્રવેશથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે.

2022 ની રાજ્યસભા ચૂંટણીમાં આશરે 12 કોંગ્રેસ અને બીજેડી ધારાસભ્યોના ક્રોસ વોટિંગની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રિસોર્ટમાં આગમન થતાં, સ્થાનિક રાજ્ય કોંગ્રેસના નેતાઓ દ્વારા ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વંડરલા રિસોર્ટની આસપાસ કડક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande