સુપ્રીમ કોર્ટે, માસિક સ્રાવ દરમિયાન રજા માટેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.). સુપ્રીમ કોર્ટે, દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીઓને તેમના પીરીયડસ (માસિક સ્ત્રાવ) દરમિયાન રજા માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આવી રજા ફરજિયા
સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.). સુપ્રીમ કોર્ટે, દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીઓને તેમના પીરીયડસ (માસિક સ્ત્રાવ) દરમિયાન રજા માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આવી રજા ફરજિયાત બનાવવાથી મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવવાની શક્યતા રહેશે અથવા નોકરી શોધવામાં મુશ્કેલી પડશે, તેવું જોખમ રહેલું છે.

કોર્ટે અરજદારને કહ્યું કે, તેઓએ પહેલાથી જ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો છે. સરકારે તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી નીતિ બનાવવાનું વિચારવું જોઈએ.

સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, જો કોઈ કંપની માસિક સ્રાવ દરમિયાન સ્વેચ્છાએ રજા આપે છે, તો તે સારી વાત છે, પરંતુ કાયદા તરીકે આનો કડક અમલ થતાં જ, મહિલાઓને નોકરી શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમને સરકારી નોકરીઓ, ન્યાયતંત્ર અથવા અન્ય નોકરીઓ માટે નોકરી પર રાખવામાં નહીં આવે. તેમની કારકિર્દી બરબાદ થઈ શકે છે અને તેમને ઘરે રહેવાનું કહેવામાં આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande