સોમનાથ માત્ર એક મંદિર નથી, ભારતવર્ષની આસ્થા અને ગુજરાતની અસ્મિતાનું જીવંત પ્રતીક: મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
ગીર સોમનાથ 14 માર્ચ (હિ.સ.) સોમનાથ મંદિરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતા ''સોમનાથ સ્વાભિમાન પર્વ'' અંગેના બિન સરકારી સંકલ્પ અંગે શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ઐતિહાસિક તથ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરં
સોમનાથ માત્ર એક મંદિર નથી, ભારતવર્ષની આસ્થા અને ગુજરાતની અસ્મિતાનું


ગીર સોમનાથ 14 માર્ચ (હિ.સ.) સોમનાથ મંદિરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંગેના બિન સરકારી સંકલ્પ અંગે શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ઐતિહાસિક તથ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતવર્ષની આસ્થા અને ગુજરાતની અસ્મિતાનું જીવંત પ્રતીક છે. વર્ષ ૧૦૨૬માં થયેલા આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ૮ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ અંતર્ગત ૭૨ કલાકના અખંડ ઓમકાર નાદ, ભજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.

મંત્રીએ સોમનાથના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક સંકલ્પ અને કનૈયાલાલ મુનશીના યોગદાનને યાદ કરતા કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સોમનાથ તીર્થનો સંપૂર્ણ કાયાકલ્પ થયો છે. યાત્રીઓની સુવિધા માટે અત્યાધુનિક રેલવે સ્ટેશન, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, સમુદ્ર દર્શન પથ અને ડિજિટલ મ્યુઝિયમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, 'સોમનાથ-સાસણ-દીવ' સ્પેશિયલ ટુરિસ્ટ સર્કિટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આધ્યાત્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે.

મંત્રીએ કહ્યું કે આગામી સમયમાં આ ઉજવણીને વધુ વ્યાપક બનાવતા, કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી વર્ષભર દેશવ્યાપી કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ૧૨ જ્યોતિર્લિંગ ધરાવતા રાજ્યો સાથે ક્લસ્ટર આધારિત કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડિજિટલ પ્રસારણ દ્વારા સમગ્ર દેશને સોમનાથની વિરાસત સાથે જોડવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ 'સોમનાથ સ્વાભિમાન સંકલ્પ' કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવના ભાવને જન-જન સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

શિક્ષણમંત્રીએ ગૃહમાં ત્રણ ઐતિહાસિક પત્રો ટાંકીને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સોમનાથ મંદિર પ્રત્યેના નકારાત્મક વલણને ખુલ્લું પાડ્યું હતું. નેહરુજીએ ૨ માર્ચ, ૧૯૫૧ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખી સોમનાથની પ્રાણ-પ્રતિષ્ઠામાં ન જવા દબાણ કર્યું હતું અને તેને 'હિન્દુ રિવાઇવલિઝમ' ગણાવ્યું હતું. નેહરુજીએ કે.એમ. મુનશીને પત્ર લખીને જે સોમનાથના નિર્માણને ‘અયોગ્ય ખર્ચ’ અને ‘ખોટા સમયે થયેલું બાંધકામ’ ગણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુવર્ણકાળ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે નવેમ્બર ૧૯૪૭માં સરદાર પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથને ફરી શિખરબંધ કરવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો. સોમનાથનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે ટ્રસ્ટના અધ્યક્ષ છે.

સોમનાથ એ માત્ર મંદિર નથી પણ ભારતની અજેય આસ્થાનું પ્રતીક છે. આ બિનસરકારી સંકલ્પ દ્વારા ગુજરાતની અસ્મિતા અને સનાતન સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે બિન સરકારી સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, સોમનાથ શબ્દ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્માવે છે અને તે ભારત આત્માની ઘોષણા છે. દ્વાદશ જ્યોતિર્લિંગના સ્ત્રોતમાં સૌપ્રથમ સોમનાથ છે. સોમનાથ માનવ સભ્યતાનું પ્રતિક છે અને સોમનાથ મંદિર ભારતની અધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતિક છે. સોમનાથ મંદિર પર ગમે એટલા આક્રમણો થયા હોય પણ તેનું ફરીથી નિર્માણ આ અતુટ આસ્થાનું જીવંત પ્રતિક છે.

આ સંકલ્પ અંગે વિવિધ ધારાસભ્યોએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતા.

વિધાનસભાગૃહમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે સ્વીકારાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande