
અમદાવાદ, 14 માર્ચ (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા રવિવાર, 15 માર્ચ ના રોજ સવારે 10 થી 11.30 દરમિયાન એએમએ ખાતે ધોરણ 10 પછી યોગ્ય પ્રવાહની પસંદગી - વૈજ્ઞાનિક રીતે વિષય પર એક ખાસ વાર્તાલાપનું આયોજન કરવામાં આવશે.
મોહિત મંગલ (જાણીતા લેખક, કારકિર્દી સલાહકાર, શિક્ષણ મંત્રાલયના સલાહકાર) આ વિષય અંગે સંબોધન કરશે અને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ