માંડવી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય અનિલ ચૌધરીનાં હસ્તે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનો શુભારંભ
સુરત, 14 માર્ચ (હિ.સ.): રાજ્યમાં ખેત ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ -2023 અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ મીલેટ્સ
Surat


સુરત, 14 માર્ચ (હિ.સ.): રાજ્યમાં ખેત ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ -2023 અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ મીલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા પી. એમ કિસાન ઉત્સવ દિવસ જિલ્લા પંચાયત સદસ્ય અનિલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું.

આ અવસરે નાયબ ખેતી નિયામક વી. આઈ પટેલે કાર્યક્રમ પધારેલ તમામ મહાનોભાવો અને ખેડૂત ભાઈ બહેનોને આવકારી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે માંડવીનાં કારોબારી સમિતિના ચેરમેન કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારનાં ખેડૂતો પોતાના વાડામાં પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી હોય ખેડૂતોને ઇકો-ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે.

સુરત જિલ્લા પંચાયત સદસ્ય અનિલભાઈ ચૌધરીએ જણાવ્યું કે, રાજય સરકાર હંમેશા ખેડૂતના હિતમાં કામ કરતી આવી છે અને તેઓએ વધુમાં વધુ ખેડૂતો ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશની સાથે માંડવી તાલુકાના 9350 ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ.1.87 કરોડની સહાય ખેડૂતના બેન્ક ખાતામાં DBT ના માધ્યમથી જમા કરાવવામાં આ છે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આતીશભાઈ ચૌધરી,રમણભાઈ ગામીત ડીરેકટર સુમુલ ડેરી, રાઈસ મીલના ચેરમેન પ્રવીણભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા કક્ષાના કકર્મચારી/અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનમાં ખેડૂતોએ કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ દ્રવ્યો અંગે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ ગામીત, પરેશભાઈ ચૌધરી તેમજ કસનજીભાઈ ચૌધરીએ પણ તેમના પ્રાકૃતિક કૃષિ અંગેના અનુભવો ઉપસ્થિત ખેડૂતો સામે વ્યકત કર્યા હતા. આ વેળાએ ગાંધીનગર જીલામાથી રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું તથા પી. એમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત આપના દેશના વડાપ્રધાન દ્વારા ગુવાહાટી આસમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 22 મો હપ્તો સીધો ખેડૂતના બેન્ક ખાતામાં જમાં કરાવી ખેડૂતોને આર્થિક સુરક્ષા સુનિશ્ચીત કરી છે. જે કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ સૌ કોઈએ નિહાળ્યું હતું.

અંતમાં મદદનીશ ખેતી નિયામક એચ. સી. ગામીત દ્વારા વર્ષ 2025-26 માં ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિષે માહિતી આપી હતી. વધુમાં કહ્યું હતું કે, આજ દિન સુધીમાં અંદાજીત 3638 જેવા ખેડૂત લાભાર્થોઓને કુલ 516.47 લાખની સહાય આપવામાં આવી છે. તાલુકા ખેડૂતે કૃષિ પ્રગતિ એપનો ઇન્સ્ટોલ કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande