ઉના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કિશોરીઓને એચ.પી.વી. વેક્સિન અપાઈ
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાઈરસ) રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રસી કિશોરીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરક
અર્બન હેલ્થ સેન્ટર ખાતે કલેક્ટર  એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં


ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાઈરસ) રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રસી કિશોરીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

આ જ ઉપક્રમે, ગીર સોમનાથ જિલ્લામાં 'સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા' અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે ઉના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ કિશોરીઓને આપવામાં આવતી એચ.પી.વી. વેક્સિન અંગેની માહિતી વાલીઓને આપી હતી.

કલેક્ટરની ઉપસ્થિતિમાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષની નયના દિનેશભાઈ પરમારને નિ:શુલ્ક રસી આપવામાં આવી હતી. કલેક્ટરએ પિતાતુલ્ય વાત્સલ્યભાવે નયના બહેનના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

કલેક્ટરીના હસ્તે વેક્સીન લેનાર કિશોરીઓને વેક્સિનેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં અને વેક્સીન લેનાર લાભાર્થીના વાલીઓને રાજ્ય સરકારના આ અભિયાનમાં સહભાગી થવા માટે કલેક્ટરશ્રીએ બીરદાવ્યાં હતાં.

એચ.પી.વી. વેક્સિન લેનાર ૧૪ વર્ષની નયનાએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે, આજે મેં કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં વેક્સિનેશન કરાવ્યું છે. આ વેક્સિન મેં લીધી છે. એવી રીતે જ મારી ઉંમરની બાળકીઓ વેક્સિન લઈ શકે છે. મને વેક્સિનેશન કરાવ્યા પછી કોઈ જ મુશ્કેલી થઈ નથી. આમ કહી તેણે કિશોરીઓને વેક્સિનેશન માટે અનુરોધ કર્યો હતો.

તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ દુમાતર દ્વારા એચ.પી.વી. રસીની ગાઈડલાઈન તથા રસીથી થતાં ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોયે વેક્સિન વિશે ખોટી માન્યતાઓ કે અંધશ્રધ્ધાઓમાં વિશ્વાસ કર્યા વગર મેડિકલ ઓફિસર દ્વારા યોગ્ય માર્ગદર્શન લઈ એચ.પી.વી. રસી લેવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande